ગુજરાતી સાહિત્યના વારસાનું ડિજિટલ સંવર્ધન

1000 +
પુસ્તકો
300 +
ઑડિઓબુક્સ
100 +
સામયિકો

'એકત્ર' વર્ષ ૨૦૧૦થી ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વારસાને જીવંત રાખવા અને તેને વૈશ્વિક સ્તરે સુલભ બનાવવા અવિરત કાર્યરત છે. એકત્રનો ભાવનામંત્ર છે: "ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકવર્ગ સુધી પહોંચાડવી." ટેક્નોલોજીના સમન્વય દ્વારા એકત્ર અલભ્ય સાહિત્ય અને સામયિકોનું ડિજિટાઇઝેશન કરે છે. વર્ષ ૨૦૧૩થી સર્વકાલીન ઉત્તમ કૃતિઓ ધરાવતું સામયિક 'સંચયન' એકત્ર દ્વારા પ્રગટ થાય છે. ગુજરાતી ભાષાના અમુલ્ય વારસામાંથી વિવિધ સંપાદકો દ્વારા ચૂંટેલાં શ્રેષ્ઠ કૃતિસંપાદનો, હૃદયસ્પર્શી ઑડિઓબુક્સ અને વિશ્વસાહિત્યને આવરી લેતા માહિતીસભર પૉડકાસ્ટ આપ એકત્ર પર માણી શકો છો. સાહિત્યપ્રસારની આ અવિરત યાત્રા અહીં ચાલુ જ છે.

નવી ઇ-બુક્સ

વધુ જુઓ

નવી ઑડિઓબુક્સ

બધી ઑડિઓબુક્સ
ભૂખ અને તરસની ઇન્દ્રિયો – ચન્દ્રકાન્ત ટોપીવાળા
ઑડિઓબુક્સ ઑડિઓબુક્સ

ભૂખ અને તરસની ઇન્દ્રિયો – ચન્દ્રકાન્ત ટોપીવાળા

'સંચયન'નો નવો અંક

બધા અંક જુઓ
સંચયન - 70
સામયિક સામયિક

સંચયન - 70

અંક - ૭૦: જૂન, ૨૦૨૬

feature 1

સંપૂર્ણપણે નિઃશુલ્ક અને અમર્યાદિત પ્રવેશ (Free & Open Access)

ગુજરાતી સાહિત્યના રસિકો, વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓ માટે તદ્દન નિઃશુલ્ક ડિજિટલ લાઇબ્રેરી. અહીં ઉત્તમ પુસ્તકો, ઑડિઓબુક્સ અને વિશ્વના ઉત્તમ પુસ્તકોના ઑડિઓસારાંશ (Audio Summaries) વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

feature 2

ગુજરાતી ભાષા-સાહિત્યનો સર્વાંગી સંગ્રહ (Vast & Rare Collection)

ગુજરાતી સાહિત્યના મધ્યકાળથી લઈને અર્વાચીન સમયના ઉત્તમ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. એકત્ર પર તમને મળશે ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યસંગ્રહો, નિબંધો, સાહિત્યિક વિવેચનો, સામયિકો, દુર્લભ પુસ્તકો અને સંદર્ભ ગ્રંથોનો અનન્ય ખજાનો, એક જ ક્લિક પર.

feature 3

ગુણવત્તાસભર ડિજિટાઇઝેશન અને સુવાચ્ય ઇ-પુસ્તકો (High-Quality Digitization & OCR)

અહીં દરેક પુસ્તકને અત્યાધુનિક ટેકનૉલોજિની મદદથી સ્કેનિંગ અને OCR દ્વારા Searchable યુનિકોડ ટેક્સ્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પરિણામે, જોઈતી માહિતી સરળતાથી શોધી શકાય છે.

feature 4

આજના વાંચકો માટેનું પ્લેટફોર્મ (User-Friendly & Modern Interface)

આજની આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ. તમે પોતાના ઘરે હોવ કે પ્રવાસમાં, દુનિયાના કોઈ પણ છેડેથી, તમારા મોબાઇલ, કમ્પ્યુટર કે ટેબ્લેટ પર આ પુસ્તકો વાંચી શકો છો અને ઑડિઓબુક્સ સાંભળી શકો છો.

feature 4

એકત્ર સાથે જોડાઓ

એકત્ર સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો .

feature 3

સૂચન મોકલો

ઇ-મેઇલ દ્વારા સૂચન, સુધારા મોકલો.

feature 1

સ્વયંસેવક તરીકે જોડાઓ

પ્રૂફરીડિંગ, ડિજિટાઇઝેશન, ભાષાંતર.

વાચકોના પ્રતિભાવો

divider
  • એકત્ર વેબસાઇટમાં નામ તેવા જ ગુણ છે. પણ આ બધું જેમતેમ એકઠું કરેલું નથી. શબરીના બોરની જેમ ચાખીને સજાવેલો વાચન વિચારનો ગુલદસ્તો છે. એક જગ્યાએ બેસીને જ વિશ્વભરના સર્જન સાથે સંવાદ થાય એવી જ્ઞાનની પરબ, કહો કે નદી છે એકત્ર. ગુજરાતી ભાષા અને નવી પેઢી માટે આ વેબસાઇટ એક પાઠશાળાથી કમ નથી !

    ~ જય વસાવડા

  • એકત્ર ફાઉન્ડેશનની વેબસાઈટ પર જે સાહિત્યધન મૂક્યું છે એ દરેક વિદ્યાર્થીને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થાય છે. લાઇબ્રેરીના સેંકડો ઘોડા ફંફોસવા છતાં જે પુસ્તકો શોધ્યાં હાથ નથી આવતાં તે, એકત્ર પર એક ક્લિકે મળી જાય છે. ગુજરાતનાં કસબાઓ અને નાનાં શહેરોમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એકત્ર એક વિશાળ લાઇબ્રેરીની ખોટ પૂરે છે. મારું મોટા ભાગનું વાચન એકત્રની સખાવતથી થયું છે.

    ~ કલ્યાણ દેસાઈ, વિદ્યાર્થી-સંશોધક

  • એકત્ર ફાઉન્ડેશ એ મારા માટે જાણે ગમતા પુસ્તકાલયનો એક અંગત ખૂણો છે. શ્રેષ્ઠ સંપાદનો અને શ્રેષ્ઠ પુસ્તકોનો આ એક એવો ખુલ્લો ખજાનો છે જ્યાં ભાવકની કસોટી છે કે એ કેટલું પામી શકશે. ગુજરાતી ભાષા પાસે આવું એક રૂપાળું સરનામું હોય જ્યાં બે પેઢીના સર્જકો અને ભાવકો ભેગા થતા હોય એ વાત જ કેટલી દુર્લભ છે. એક વાચક તરીકે હું તમારો આભારી છું.

    ~ રામ મોરી, લોકપ્રિય યુવા લેખક

  • અંગત લાઇબ્રેરી ઠીકઠીક મોટી છે. પુસ્તક ભેટમાં મળે તો પ્રેમપૂર્વક સ્વીકારી લઉં છું, બાકી છેલ્લા બે વર્ષથી મારી પુસ્તક ખરીદીની પ્રક્રિયામાં આવેલી ઓટનું કારણ એકત્ર ફાઉન્ડેશનને જ ગણવું. હવે અહીં મને લગભગ બધાં સંદર્ભ અને માહિતી મળી રહે છે. એકત્ર ફાઉન્ડેશનના આ જ્ઞાનયજ્ઞનું ઋણ આપણે જેટલું ચૂકવીએ એટલું ઓછું છે.

    ~ મયૂર ખાવડુ

Searching...