'એકત્ર ફાઉન્ડેશન' એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને જ્ઞાનના જતન માટે સમર્પિત એક બિન-નફાકારક સંસ્થા છે. આજના ડિજિટલ યુગમાં, જ્યારે જૂનાં પુસ્તકો દુર્લભ થતાં જાય છે, પુસ્તકો વાંચવાનો સમય ઓછો થતો જાય છે, ત્યારે અમે ટેકનોલોજીના માધ્યમથી તેને ડિજિટાઇઝ કરી, ગુજરાતી ભાષા અને સાહિત્યના અમૂલ્ય વારસાને દરેક વાચક સુધી પહોંચાડવા માટે અમે સતત કાર્યરત છીએ.
અમારું લક્ષ્ય
ગુજરાતી સાહિત્યનું ડિજિટાઇઝેશન દ્વારા જતન કરવું અને આધુનિક માધ્યમો દ્વારા તેના વાચકવર્ગ તથા શ્રોતાગણમાં વૈશ્વિક સ્તરે વધારો કરવો.
- ગુજરાતી સાહિત્યના અલભ્ય પુસ્તકોને ડિજિટલ સ્વરૂપે સાચવવા.
- ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓના સંપાદન કરવા.
- વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકો અને જ્ઞાનનો નિચોડ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવો.
- ભાવિ પેઢી માટે ગુજરાતી સાહિત્યના વારસાનું જતન કરવું.
- ગુજરાતી લેખકો અને પુસ્તકોનો એક સર્વાંગી ડેટાબેઝ તૈયાર કરવો.
- સર્વસુલભતા: સાહિત્ય અને જ્ઞાન દરેક માટે સુલભ હોવું જોઈએ.
- વિશ્વસનિયતા: પુસ્તકને તેના મૂળ સ્વરૂપે રજૂ કરવું.
- આધુનિક અભિગમ: નૂતન ટેકનોલોજીનો સમન્વય.
- નિઃશુલ્ક: સંપૂર્ણપણે નિઃશુલ્ક ડિજિટલ લાઇબ્રેરી.
અત્યાર સુધીની સફર
એકત્ર ફાઉન્ડેશનની સફર ગુજરાતી ભાષાને ડિજિટલ વિશ્વમાં જીવંત રાખવાના એક નાના સંકલ્પથી શરૂ થઈ હતી, જે આજે એક મોટી ચળવળમાં પરિવર્તિત થઈ છે.
૨૦૧૦ :
નવી વેબસાઈટનો પ્રારંભ, જેથી વિશ્વભરના વાચકો ગુજરાતી પુસ્તકો વિનામૂલ્યે ઑનલાઇન વાંચી શકે.
૨૦૧૩ :
સંચયન સામયિક અને વિવિધ એકત્ર-સંપાદનોની શરૂઆત.
૨૦૨૩ :
એકત્રના શૈક્ષણિક અને સ્વાધ્યાય પ્રવૃત્તિનો પ્રારંભ, AI દ્વારા તૈયાર કરેલાં વિશ્રસાહિત્યના ઉત્તમ પુસ્તકોના પરિચય અને ઑડિયો સારાંશ.
૨૦૨૬ :
એક હજાર ઉપરાંત પુસ્તકોનું ડિજિટાઇઝેશન, ત્રણ હજાર ઉપરાંત પુસ્તકોમાંથી ચયનિત સામગી, અગત્યના ગુજરાતી સામયિકોનું ડિજિટાઇઝેશન, ગુજરાતી સાહિત્ય પરિષદની લાઇબ્રેરીના પુસ્તકોનના સ્કેનિંગની શરૂઆત.
એકત્ર કોર ટીમ
અમારી ટીમમાં અનુભવી સંપાદકો, ટેકનોલોજી નિષ્ણાતો અને સાહિત્યપ્રેમી સ્વયંસેવકોનો સમાવેશ થાય છે જેઓ દિવસ-રાત ભાષાના જતન માટે કાર્યરત છે.
એકત્ર-પરિવાર
અજયસિંહ ચૌહાણ
ઉષા ઉપાધ્યાય
ઊર્મિલા ઠાકર
કમલ વોરા
કુમારપાળ દેસાઈ
ગુલામમોહમ્મદ શેખ
જયેન્દ્રસિંહ જાદવ
જયેશ ભોગાયતા
ડંકેશ ઓઝા
તોરલ પટેલ
દીપક મહેતા
પરેશ નાયક
ભદ્રાયુ વછરાજાની
ભાગ્યેશ જહા
મહેન્દ્રસિંહ પરમાર
યજ્ઞેશ દવે
યોગેશ જોષી
રતિલાલ બોરીસાગર
રાજેન્દ્ર પટેલ
વિનોદ જોશી
શરીફા વીજળીવાળા
શૈલેશ પારેખ
શૈલેષ દેસાઈ
શ્રુતિ ગજ્જર
શ્રેયા સંઘવી શાહ
સંજય ચૌધરી
હર્ષદ ત્રિવેદી
હસિત મહેતા
એકત્ર સહાયકો
અશોક મેઘાણી
અશોક વિદ્વાંસ
કશ્યપ વ્યાસ
ગિની માલવિયા
ડૉ. અશ્વિન પંડ્યા
પ્રકાશ પરીખ
ભારતી મલિક
મિકી શાહ
રાજન પરીખ
રાજેન્દ્ર શાહ
સુરેન કાપડિયા
સુરેન્દ્ર શાહ
સહભાગી બનો
'એકત્ર' એ માત્ર એક સંસ્થા નથી, પણ ગુજરાતી ભાષા અને સાહિત્યનાં પ્રસાર માટેની એક ચળવળ છે. અમે હંમેશા નવા વિચારો અને ઉત્સાહી સ્વયંસેવકોને આવકારીએ છીએ જેઓ સાહિત્ય અને ટેકનોલોજીમાં રસ ધરાવતા હોય.
Ekatra Foundation is a not for profit organization exempt under section 501(c)(3).
It's Federal ID is 46-2153818. Charity Status: 509(a)(1) & 170(b)(1)(A)(vi).
Effective Date of Exemption: April 24, 2013.