Author: ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)

ભોળાભાઈ પટેલનાં પુસ્તકો

કાંચનજંઘા
book icon

ઇબુક

કાંચનજંઘા

લેખક: ભોળાભાઈ પટેલ

ચિત્રકૂટના ઘાટ પર
book icon

ઇબુક

ચિત્રકૂટના ઘાટ પર

લેખક: ભોળાભાઈ પટેલ

ચૈતર ચમકે ચાંદની
book icon

ઇબુક

ચૈતર ચમકે ચાંદની

લેખક: ભોળાભાઈ પટેલ

તપસ્વી અને તરંગિણી
book icon

ઇબુક

તપસ્વી અને તરંગિણી

લેખક: બુદ્ધદેવ બસુ | અનુવાદક: ભોળાભાઈ પટેલ

દૃશ્યાવલી
book icon

ઇબુક

દૃશ્યાવલી

લેખક: ભોળાભાઈ પટેલ

દેવતાત્મા હિમાલય
book icon

ઇબુક

દેવતાત્મા હિમાલય

લેખક: ભોળાભાઈ પટેલ

દેવોની ઘાટી
book icon

ઇબુક

દેવોની ઘાટી

લેખક: ભોળાભાઈ પટેલ

પૂર્વોત્તર
book icon

ઇબુક

પૂર્વોત્તર

લેખક: ભોળાભાઈ પટેલ

બોલે ઝીણા મોર
book icon

ઇબુક

બોલે ઝીણા મોર

લેખક: ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ - સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી
book icon

ઇબુક

ભોળાભાઈ પટેલ - સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી

લેખક: ભોળાભાઈ પટેલ | સંપાદક: રમણ સોની

યુરોપ-અનુભવ
book icon

ઇબુક

યુરોપ-અનુભવ

લેખક: ભોળાભાઈ પટેલ

રાધે તારા ડુંગરિયા પર
book icon

ઇબુક

રાધે તારા ડુંગરિયા પર

લેખક: ભોળાભાઈ પટેલ

વિદિશા
book icon

ઇબુક

વિદિશા

લેખક: ભોળાભાઈ પટેલ

શાલભંજિકા
book icon

ઇબુક

શાલભંજિકા

લેખક: ભોળાભાઈ પટેલ

સ્વર્ગની નીચે મનુષ્ય
book icon

ઇબુક

સ્વર્ગની નીચે મનુષ્ય

લેખક: સુનીલ ગંગોપાધ્યાય | અનુવાદક: ભોળાભાઈ પટેલ

Searching...

Navigate
Select
Close