સર્જક વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળા ભારતીય અને યુરોપીય-અમેરિકી સર્જન-વિવેચનના સહૃદય, વિવેકી અભ્યાસી છે. લાઘવયુક્ત શૈલી, વિવેચનની પરિભાષાની ચોક્સાઈનો આગ્રહ, બહુસંવાદી દૃષ્ટિકોણ, સર્જનવિવેચન સાથે સંકળાયેલા સૈદ્ધાન્તિક પ્રશ્નોને આપણા સાહિત્યના સંદર્ભમાં માર્મિક રીતે જાણવા-માણવા અને પ્રમાણવાની જિજ્ઞાસા, અને અનિવાર્ય લાગે ત્યાં આપણા સાહિત્ય સાથે એ પ્રશ્નોને સાંકળવાની વિવેચનાત્મક દૃષ્ટિ એમના વાચન અને વિવેચનની લાક્ષણિક મુદ્રા ઉપસાવે છે.

'લઘુ સિદ્ધાન્તવહી'ના ૧૨ જૂથમાં વિભાજિત ૯૭ લઘુ લેખોમાં એમના અનુઆધુનિક સાંસ્કૃતિક અભ્યાસ અને સાહિત્યસિદ્ધાંતો વિશેની સૂઝપૂર્વકની અભિજ્ઞતા દેખાય છે, તો સાથે સાથે સજાગ વાચક તરીકેના એમના આગવા દૃષ્ટિકોણોનો નિષ્ઠાપૂર્વકનો પરિચય પણ આપણને થાય છે. બીજું, અનુઆધુનિક વિવેચનપદ્ધતિઓનાં ભિન્ન ભિન્ન તત્ત્વોની સાધાર, સંદર્ભદ્યોતક અને વિચારોત્તેજક ભૂમિકા પૂરી પાડવાનું મહત્ત્વનું કાર્ય આ લેખોમાં પ્રમાણી શકાય છે. આ લેખોના વિલંબિત વાચન પાછળની લેખકની અપેક્ષા એવી છે કે વાચકોના ચિત્તમાં આ લેખો અનેક વિચારવમળો તથા પ્રશ્નો જન્માવે, એમને અજંપ અને સક્રિય રાખે અને એ નિમિત્તે સામસામા છેડાના વિચારો જોડે વાચકોનો સંવાદવિવાદ રચાયા કરે.

– નીતિન મહેતા

'ચન્દ્રકાન્ત ટોપીવાળા વિશે'(સંપા. રાજેન્દ્ર પટેલ)માંથી સાભાર, પૃ. ૧૨૨

ચન્દ્રકાન્ત ટોપીવાળા

ચન્દ્રકાન્ત ટોપીવાળા

વધુ જાણો

ચન્દ્રકાન્ત ટોપીવાળાનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...