બી. બી. વાઘેલા
ડૉ. બી. બી. વાઘેલા, એસોસિયેટ પ્રોફેસર, એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ.
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામમાં જન્મ થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામડાની શાળામાં મેળવ્યું. આણંદ આર્ટ્સ કોલેજમાંથી સ્નાતક અને સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. જાણીતા સાહિત્યકાર ડૉ. મણિલાલ હ. પટેલના માર્ગદર્શન હેઠળ 'સાત ગુજરાતી સૉનેટકવિઓ' વિષય પર પીએચ.ડી.નું સંશોધન કાર્ય કર્યું. 1988માં ઈડર કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. 1992થી એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ, આણંદમાં જોડાયા ત્યારથી લઈને 14 જૂન, 2026 માં વયોચિત નિવૃત્ત થયા ત્યાં સુધી ગુજરાતી ભાષા-સાહિત્યના રસપૂર્વક અધ્યાપન કાર્ય સાથે કોલેજની અનેકવિધ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ જવાબદારી અને નિષ્ઠાપૂર્વક બજાવી છે. ગુજરાતીનાં જાણીતાં સામયિકોમાં લેખો પ્રગટ થયા છે. ગુજરાતીના પરિસંવાદોમાં શોધપત્રો રજૂ કર્યાં છે. તેમજ સત્ર સંચાલનનું કાર્ય કર્યું છે. 'ઉશનસ અને જયંત પાઠકનાં સૉનેટકાવ્યો' નામે પુસ્તક તથા સહસંપાદક તરીકે ચાર પુસ્તકો પ્રકાશિત થયાં છે. કોલેજના 'કંઠસંપદા' સામયિકના સંપાદક તરીકે સેવા બજાવી છે. ગુજરાતીનો અધ્યાપક સંઘમાં કારોબારી સભ્ય તથા મંત્રી તરીકે સેવા બજાવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત ગુજરાતીનો અધ્યાપક સંઘના મંત્રી તરીકે પણ સેવા આપી છે.
બી. બી. વાઘેલાનાં પુસ્તકો
ઇબુક
અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર
સંપાદકો: અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલ
ઇબુક
અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા
સંપાદકો: અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલ
ઇબુક
અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪
સંપાદકો: અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલ