‘અધીત: પર્વ-પાંચ: કાવ્યવિચાર'નું આ રીતે ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે અને હવે એ દરેક માટે ઓનલાઈન હાથવાગું બને છે એનો આનંદ વ્યક્ત કરું છું. મારા પ્રમુખપદકાળમાં મંત્રીઓના સહકારથી સંપાદિત થયેલા આ પુસ્તકમાં કાવ્યસ્વરૂપ વિશે, કાવ્યની વિવિધ પ્રયુક્તિઓ વિશે અને જુદાં જુદાં કાવ્યસ્વરૂપો ઉપરાંત નોંધપાત્ર સર્જકોનાં કાવ્યસર્જન વિશેના અભ્યાસલેખો સંપાદિત થયાં છે. ‘અધીત: એક'થી આરંભીને અધીત: છેતાલીસ'; એટલે કે ઈસ. ૧૯૭૪-થી ૨૦૨૪-નાં ૫૦ વર્ષમાં પ્રગટ થયેલાં કુલ ૪૬ ‘અધીત' વાર્ષિક ગ્રંથમાંથી સ્વરૂપ, સર્જક અને વિવિધ પ્રયુક્તિઓ વિશેના અભ્યાસોનું આ સંપાદન રસિકજનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને જરૂર ઉપયોગી બનશે તેનો આનંદ છે. એકત્ર ફાઉન્ડેશને ૬૦૦થીયે વધુ પાનાંના આ દળદાર પુસ્તકને ઓનલાઇન મુકવાની તૈયારી દર્શાવી એનો પણ હરખ વ્યક્ત કરું છું.

ગુણવંત વ્યાસ,
પ્રમુખ (૨૦૨૩-૨૪),
ગુજરાતીનો અધ્યાપક સંઘ






બી. બી. વાઘેલા

બી. બી. વાઘેલા

વધુ જાણો

વર્ષા પ્રજાપતિ

વર્ષા પ્રજાપતિ

વધુ જાણો


હૃષીકેશ રાવલ

હૃષીકેશ રાવલ

વધુ જાણો

અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close