Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

બરફનાં પંખી


વિભાગ : કવિતા

અનિલ જોશીનો 'કદાચ' (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. અગાઉના સંગ્રહમાંથી પણ થોડીક રચનાઓ અહીં સમાવવામાં આવી છે. ગુજરાતી ગીતકવિતામાં આધુનિકતાનો સૂર સૌપ્રથમ આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. સંવેદનની ઉત્કટતા, સમૃદ્ધ કલ્પનો અને આગવા ભાષાકર્મનો સુંદર ત્રિમેળ અહીં જોવા મળે છે. અમૂર્તને મૂર્ત કરતી, સૂક્ષ્મને પ્રત્યક્ષ કરતી તેમની કલ્પનલીલામાં સર્જનાત્મક સાહસવૃત્તિ જોઈ શકાય છે. સંગ્રહની 'કન્યાવિદાય' ગીતરચના માત્ર અનિલ જોશીની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી કવિતાની એક અપૂર્વ અને અનન્ય રચના છે. ઉપરાંત, 'બરફનાં પંખી', 'કીડીએ ખોંખારો ખાધો', 'બીક ના બતાવો', 'ખાલી શકુંતલાની આંગળી' વગેરે તાજગીસભર અભિવ્યક્તિ ધરાવતી અને અનુભવની પ્રબળ પ્રતીતિ કરાવતી રચનાઓ આ સંગ્રહની મહત્વની ઉપલબ્ધિ છે.

– અનંત રાઠોડ

અનિલ જોશી

અનિલ જોશી

વધુ જાણો

અનિલ જોશીનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...