Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

મનસુખલાલ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો


વિભાગ : એકત્ર-સંપાદનો , કવિતા

ગાંધીયુગના પહેલી હરોળના લેખકોમાં જેમનો સમાવેશ થઈ શકે તેવા મનસુખલાલ ઝવેરીના કાર્યનાં મુખ્ય અને મહત્ત્વનાં બે ક્ષેત્રો : કવિતા અને વિવેચન. તેમાંથી અહીં તેમના કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલાં કાવ્યો એકઠાં કરીને મૂકયાં છે. ‘ફૂલદોલ’ (૧૯૩૩), ‘આરાધના’ (૧૯૩૯), ‘અભિસાર’ (૧૯૪૭), ‘અનુભૂતિ’ (૧૯૫૬) અને ‘ડૂમો ઓગળ્યો’ (૧૯૭૫) જેવા કાવ્યસંગ્રહોમાં એમની પ્રણય, પ્રકૃતિ અને મૃત્યુચિંતનની કવિતા સંગ્રહાઈ છે. ખાસ કરીને તેમનાં શરૂઆતનાં કાવ્યોમાંની પ્રશિષ્ટ પદાવલિ ધ્યાન ખેંચે છે. જો કે પછીથી ધીમેધીમે સંસ્કૃત કાવ્યબાનીની અસર ઓછી થતી જાય છે. ક્યારેક દીર્ઘસૂત્રી લાગતી તેમની રચનાઓ વિચારની ચમત્કૃતિથી ધ્યાન ખેંચે છે. એમનાં વર્ણનચિત્રો સુરેખ અને સુઘડ હોય છે. ભલે સંખ્યામાં ઓછાં, પણ મનસુખભાઈએ કેટલાંક મનોરમ ગીતો પણ લખ્યાં છે. સુરેશ દલાલે યોગ્ય જ કહ્યું છે કે “મનસુખભાઈની કવિતા ગમે છે, એની પ્રામાણિકતાને કારણે. વ્યક્તિ મનસુખભાઈ અને કવિ મનસુખભાઈ એ બંને જુદા નથી. પણ એ જે છે તે, અને જેવા છે તેવા, પોતાના શબ્દ મારફત, કોઈ પણ પ્રકારની મીંઢાઈ વિના સાંગોપાંગ પ્રગટ થાય છે. અને એટલે જ એમનાં કાવ્ય કે વિવેચનનાં પુસ્તકો વાંચીને એમ કહેવાનું મન થાય કે : One who touches his book, touches a man.”

– દીપક મહેતા

મનસુખલાલ ઝવેરી

મનસુખલાલ ઝવેરી

વધુ જાણો

દીપક મહેતા

દીપક મહેતા

વધુ જાણો

મનસુખલાલ ઝવેરી, દીપક મહેતાનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...