ન્હાનાલાલ
‘વસંતધર્મી’ મહાકવિ ન્હાનાલાલનો જન્મ ૧૬મી માર્ચ ૧૮૭૭માં અમદાવાદમાં થયો હતો. પિતા કવિશ્રી દલપતરામ. માતા રેવાબા. પત્ની માણેકબા. ૧૮૮૨થી ૧૮૯૨ દરમિયાન તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લોધિકા, સાવરકુંડલા, અમદાવાદ અને વઢવાણમાંથી મેળવ્યું હતું. ૧૮૯૩માં મોરબી હાઈસ્કૂલમાં ગુરુ કાશીરામ દવે પાસે અભ્યાસ માટે તેમને મોકલ્યા. ત્યાં તેમનું ઘડતર થયું. તેમના જીવનને દિશા મળી. મૅટ્રિક થયા. ૧૮૯૪માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રીવિયસમાં અભ્યાસ શરૂ કર્યો. પરંતુ તેમનું ધ્યાન કવિતા અને ક્રિકેટમાં વિશેષ હતું એ કારણે તેઓ નાપાસ થયા. ૧૮૯૪માં પાસ થયા. ૧૮૯૬માં તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર પાસ થયા. ૧૮૯૯માં તેઓ પૂનાની ડેક્કન કૉલેજમાંથી બી.એ. થયા. ૧૯૦૧માં મુખ્ય વિષય ઇતિહાસ સાથે એમ.એ. થયા. ૧૯૦૨માં સ્કૉટ કૉલેજ, સાદરામાં જોડાયા. ૧૯૦૪માં રાજકુમાર કૉલેજ, રાજકોટમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૧૩માં રાજકોટ સ્ટેટમાં સરન્યાયાધીશ અને નાયબ દીવાન તરીકે જોડાયા. પ્રથમ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી. બીજી એલએલ.બી.ની પરીક્ષા ન આપી. ૧૯૧૬ રાજકુમાર કૉલેજ, રાજકોટમાં ફરીથી અધ્યાપક અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે જોડાયા. ૧૯૧૮માં કાઠિયાવાડના કેળવણી ખાતામાં ઉપરી અધિકારી. ૧૯૨૧માં રાષ્ટ્રીય અસહકારના આંદોલનના કાર્યકરો સામે સરકારની દમનનીતિના વિરોધમાં નોકરીમાંથી રાજીનામું આપ્યું. ૯મી જાન્યુઆરી, ૧૯૪૬ના રોજ તેમનું અવસાન થયું.
તેમના મહત્ત્વના કાવ્યસંગ્રહોમાં ‘કેટલાંક કાવ્યો’ ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ (૧૯૦૩, ૧૯૦૮ અને ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’ ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ (૧૯૧૦, ૧૯૨૮ અને ૧૯૩૭), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ’પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘કુરુક્ષેત્ર’ (૧૯૨૬-૧૯૪૦) વગેરેનો સમાવેશ થાય છે. કવિશ્રી ન્હાનાલાલે ગીત, ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ ઊર્મિકાવ્ય, ખંડકાવ્ય, મહાકાવ્ય, આખ્યાનકાવ્ય એમ બધા જ કાવ્યપ્રકારોમાં હાથ અજમાવ્યો છે. કવિતા ઉપરાંત નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, ચરિત્ર એમ દરેક ક્ષેત્રે તેમણે નોંધપાત્ર સર્જન કર્યું છે. એ ઉપરાંત તેમણે અનુવાદો અને અનુસર્જન પણ કર્યાં છે.
– ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ન્હાનાલાલ, ઊર્મિલા ઠાકર, યોગેશ જોષીનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
ઇબુક
યોગેશ જોષીની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: યોગેશ જોષી | સંપાદક: ઊર્મિલા ઠાકર
અન્ય પુસ્તકો
-
ઇબુક
જયદેવ શુક્લની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: જયદેવ શુક્લ | સંપાદક: રાજેશ પંડ્યા
-
ઇબુક
ધીરેન્દ્ર મહેતાની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: ધીરેન્દ્ર મહેતા | સંપાદક: રમણીક સોમેશ્વર
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
રામચન્દ્ર પટેલની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: રામચન્દ્ર પટેલ | સંપાદક: પ્રાગજીભાઈ ભામ્ભી
-
-