ઉશનસ્
ગુજરાતીના એક અગ્રણી અને સર્જનની પ્રબળ ઊર્જાવાળા કવિ ઉશનસ્ (નટવરલાલ પંડ્યા, ૧૯૨૦-૨૦૧૧) નિત્યસર્જક હતા. પાંચમા દાયકાથી આરંભયેલી એમની કાવ્યયાત્રા એમના અવસાનપર્યંત એકધારી ચાલી. ૧૬ કાવ્યસંગ્રહો પછી એમની 'સમસ્ત કવિતા'(૧૯૯૭)નો સંગ્રહ પ્રગટ થયો એ પછી પણ કાવ્યરત રહેલા.
ઉશનસે ઘણું લખ્યું, પણ ઘણું ઉત્તમ પણ લખ્યું. પ્રકૃતિની, એની આદિમ ક્ષણો સુધી પ્રસરતી ઉત્કૃષ્ટ કવિતા લખી એ 'તૃણનો ગ્રહ' તથા 'સ્પંદ અને છંદ'માં પ્રગટ થઈ. પ્રકૃતિ, પ્રેમ, વાત્સલ્ય, ગાંધીદર્શન એવા અનેક વિષયો ને એમની ઉત્તમ છાપવાળી સૉનેટકૃતિઓ સમેત છંદોબદ્ધ કવિતા, ગીતકવિતા તેમજ અછાંદસ સુધીનું એમનું ફલક રહ્યું. એમણે સંવાદકાવ્યો પણ લખ્યાં ને એમ ચિંતનસ્ફૂર્ત કવિતા પણ આપી. ઊંચા ઉડ્ડયનવાળી કલ્પનાશીલતાએ એમની પાસેથી ઉત્કૃષ્ટ કવિતા સંપડાવી છે.
નિબંધ, એકાંકી, સ્મરણકથા એવાં સ્વરૂપોમાં પણ એમણે કેટલીક કૃતિઓ આપી પણ કવિતા પછી 'ઉશનસ્'નું એવું જ મહત્ત્વનું લેખનકાર્ય એમનું વિવેચન છે. ઐતિહાસિક પ્રવાહોનું અભ્યાસપૂર્ણ આલેખન, સમકાલીન સાહિત્ય અને કૃતિઓનું રસાસ્વાદક અને પર્યેષક સમીક્ષણ એમની દીર્ઘકાલીન અધ્યાપનપ્રવૃત્તિનું સંનિષ્ઠાભર્યું પરિણામ છે.
ઉશનસ્ સતત વિકાસમાન રહ્યા – કવિતાનાં રૂપોમાં રૂઢથી અરૂઢ સુધી એમની ગતિ રહી, સૉનેટકવિતાને એમણે બલવંતરાય પછી એક બીજું મહત્ત્વનું ઉડ્ડયન આપ્યું – પુષ્કળ કૃતિઓની વચ્ચે ઊંડી સર્જકતા દાખવતી અનેક સૉનેટકૃતિઓ ને સૉનેટમાળાઓ એમનું અર્પણ છે. ઉશનસ્ સતત સમય સાથે સર્જન-સક્રિય રહ્યા, ને નોંધપાત્ર રહ્યા.
એમની કવિતા – ને સમગ્ર સર્જન- અનેકવિધ પુરસ્કારોથી મંડિત રહી. 'કુમાર ચંદ્રક'(૧૯૫૯)થી ભારતીય સાહિત્ય અકાદેમી પુરસ્કાર (૧૯૭૬) તેમજ ગૌરવ પુરસ્કાર (૨૦૦૦) અને 'નરસિંહ મહેતા પુરસ્કાર' (૨૦૦૧) સુધીનાં પારિતોષિકો એમની સહૃદયચાહક અને પ્રતિષ્ઠિત સર્જક તરીકેની સાહેદી પૂરે છે. ઉશનસ્ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (૧૯૯૧) પણ રહ્યા.
એક વિલક્ષણ અને ઊર્જાવાન કવિ તરીકે ઉશનસ્ સદા સ્મરણીય રહેશે.
– રમણ સોની
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ઉશનસ્, ઊર્મિલા ઠાકર, યોગેશ જોષીનાં અન્ય પુસ્તકો
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
ઇબુક
યોગેશ જોષીની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: યોગેશ જોષી | સંપાદક: ઊર્મિલા ઠાકર
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
હરીશ મીનાશ્રુની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: હરીશ મીનાશ્રુ | સંપાદક: અજયસિંહ ચૌહાણ
-
-
-
-
-
-
-
ઇબુક
રમણીક અગ્રાવતની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: રમણીક અગ્રાવત | સંપાદક: યોગેશ વૈદ્ય
-
ઇબુક
ભરત વિંઝુડાની ગઝલસંપદા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: ભરત વિંઝુડા | સંપાદક: કેસર મકવાણા
-
-
ઇબુક
પન્ના નાયકની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: પન્ના નાયક | સંપાદક: સંધ્યા ભટ્ટ