અવાજના અજવાળાને ઓળખનાર, અજવાળાના અવાજને પરખનાર કવિશ્રી યોગેશ જોષીનો જન્મ ૩જી જુલાઈ ૧૯૫૫માં મહેસાણામાં. વતન વિસનગર. માતા અનિલાબહેન. પિતા ભાનુપ્રસાદ. પત્ની રશ્મિબહેન. એક પુત્ર મૌલિક અને પુત્રી કૃતિ. યોગેશ જોષીએ બાળમંદિરથી બી.એસસી. સુધીનો અભ્યાસ વિસનગરમાં કર્યો. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી ફિઝિક્સ વિષય સાથે એમ.એસ.સી. થયા. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશનમાં ઍન્જિનિયર. ૨૦૧૫માં BSNLમાંથી ડે. જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત.
યોગેશ જોષી વિજ્ઞાનના વિદ્યાર્થી હોવા છતાં તેમણે સાહિત્ય ક્ષેત્રે અનોખું પ્રદાન કર્યું છે. સાહિત્યક્ષેત્રે અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યાં છે. તો ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્ર તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે તેમને ૧૯૯૧માં ‘સંચારશ્રી’ ઍવોર્ડ એનાયત કરેલો.
યોગેશ જોષીએ કવિતા ઉપરાંત નવલકથા, વાર્તા, નિબંધ, ચરિત્ર, સંસ્મરણ, અનુવાદ અને સંપાદનક્ષેત્રે પણ મબલખ સર્જન કર્યું છે, તો બાળસાહિત્યક્ષેત્રે પણ અઢળક કામ કર્યું છે. તેમનું બાળસાહિત્ય અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષામાં પણ અનુવાદિત થયેલું છે. તેમની પંદરેક ઇ-બુક્સ ઓનલાઇન ઉપલબ્ધ છે. ખૂણે બેસીને, ધૂણી ધખાવીને ચૂપચાપ કાર્ય કરનાર આ સર્જકે સાહિત્યના દેરક સ્વરૂપમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે.
કાલીઘેલી બોલીમાં બાળવયે કરેલી પ્રાર્થનાઓ – ‘ઓ ઈશ્વર ભજીએ તને’, ‘સાચી વાણીમાં શ્રીરામ’, નરસિંહ, મીરાં, કાન્ત, ઉમારશંકર, સુન્દરમ્ જેવા કવિઓનો અદ્ભુત વારસો, માતૃભાષાનો લગાવ, ઘરનું વાતાવરણ, મોટીબાની વાતો, પિતા કવિતા-વાર્તા લખતા ને હસિત બૂચ દ્વારા વિસનગરમાં ચાલતી ‘બુધસભા’માં જતા. સંવેદનસભર માતા, કવિનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય વગેરે પરિબળોએ આ કવિની સર્જક-પ્રતિભાને ઘડી છે...
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
યોગેશ જોષી, ઊર્મિલા ઠાકરનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
રમણીક અગ્રાવતની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: રમણીક અગ્રાવત | સંપાદક: યોગેશ વૈદ્ય
-
-
-
ઇબુક
યજ્ઞેશ દવેનાં કાવ્યો — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: યજ્ઞેશ દવે | સંપાદક: સંજુ વાળા
-
-
-
-
-
-
-