માધવ રામાનુજ
વાંસળીના સૂર જેવાં કાવ્યો આપનાર કવિ માધવ રામાનુજનો જન્મ તા. ૨૨-૪-૧૯૪૫ના રોજ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામે થયો હતો. પિતા વૈદ્ય ઓધવદાસ રામાનુજ. માતા ગંગાબા. તેઓ પાંચમા ધોરણમાં ભણતા ત્યારે પિતાનું અવસાન થયું. અભ્યાસ સાથે શ્રમ ચાલતો. હાઈસ્કૂલનો અભ્યાસ અમદાવાદ, સાદરા, કોઠ, પચ્છમ અને ગ્રામભારતી જેવી પાંચ શાળાઓમાં. ગ્રામભારતી, અમરાપુરમાંથી મૅટ્રિક થયા. ૧૯૭૩માં સી. એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ. ૧૯૬૯માં ‘અખંડ આનંદ’ના તંત્રીવિભાગમાં, ૧૯૬૯-૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન – માસિક પત્રિકાના સંપાદન વિભાગમાં, ૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખપૃષ્ઠ ચિત્રોના કલાકાર તરીકે કામ કર્યું. ૧૯૭૩થી સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજના એપ્લાઇડ આર્ટ વિભાગમાં અધ્યાપક, પછી આચાર્ય તરીકે નિવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તથા ઉપપ્રમુખ થયા. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન રિસર્ચ સેન્ટરમાં ૨૦૦૩થી ૨૦૧૮ સુધી સેવા આપી. ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ના પ્રમુખ.
માધવ રામાનુજ નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૧૨) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કાર (૨૦૧૬)થી સન્માનિત.
માધવ રામાનુજ પાસેથી ‘તમે’ (૧૯૭૨), ‘અક્ષરનું એકાંત’ (૧૯૯૭), ‘અનહદનું એકાંત’ (૨૦૧૩) તથા એમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘અંતરનું એકાંત’ (૨૦૧૭) પ્રાપ્ત થયા છે.
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
માધવ રામાનુજ, ઊર્મિલા ઠાકર, યોગેશ જોષીનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
ઇબુક
યોગેશ જોષીની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: યોગેશ જોષી | સંપાદક: ઊર્મિલા ઠાકર
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
સંજુ વાળાનાં કાવ્યો — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: સંજુ વાળા | સંપાદક: મિલિન્દ ગઢવી
-
-
ઇબુક
યજ્ઞેશ દવેનાં કાવ્યો — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: યજ્ઞેશ દવે | સંપાદક: સંજુ વાળા
-
-
ઇબુક
મનીષા જોષીની કવિતા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: મનીષા જોષી | સંપાદક: પન્ના ત્રિવેદી