રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર કેશવલાલ શાહનો જન્મ ૨૮/૧/૧૯૧૩ના રોજ કપડવંજમાં. અવસાન ૨/૧/૨૦૧૦ના રોજ મુંબઈમાં. શૈશવથી શ્રેયસ્સાધક વર્ગના સંસ્કાર. સ્વાતંત્ર્ય ચળવળમાં એમણે ભાગ લીધો હતો. જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૩૭માં બી. એ.; વિવિધ વ્યવસાય. મુંબઈમાં લિપિની મુદ્રણાલય ભાગીદારીમાં શરૂ કરેલું, પછી એ આગમાં બળી ગયું, મોટું નુક્સાન, ભાગીદારીમાં વિશ્વાસઘાતના પ્રસંગોય બનેલા. આમ છતાં તેઓ વ્યાકુળ કે હતાશ થયા નહોતા. નિજમાં નિમગ્ન, ભીતર પ્રશાન્ત અધ્યાત્મ ઝળહળ ઝળહળ. માણસનો, પરિસ્થિતિનો ને પ્રકૃતિનો હંમેશાં સ્વીકાર. કોઈનોયે પરિહાર નહીં.
૧૯૫૧થી ૧૯૮૩ સુધીની એમની સમગ્ર કવિતાનો સંચય 'સંકલિત કવિતા' ૧૯૮૩માં પ્રગટ થયો. ત્યારપછી પણ તેમના આઠેક કાવ્યસંગ્રહો પ્રગટ થયા. એમનાં કાવ્યોમાં અધ્યાત્મનું, તત્ત્વદર્શનનું ઊંડાણ તથા રહસ્યવાદ પણ પ્રણય, પ્રકૃતિ અને સૌંદર્યની સાથે ઘૂંટાઈને પ્રગટે છે. કાવ્યના વિષયને અનુરૂપ છંદો, લયઢાળો પ્રયોજવામાં તેઓ સફળ રહ્યા છે. કુમાર ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર તથા ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી તેઓ સન્માનિત થયા છે.
– યોગેશ જોષી
ઊર્મિલા ઠાકર
ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.
યોગેશ જોષી
ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. 3-7-1955) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, 1984થી આખુંય આકાશ માળામાં, 2018); નવલકથા (સમુડી, 1984થી અણધારી યાત્રા, 2011); વાર્તા (હજુય કેટલું દૂર, 1993થી અઢારમો ચહેરો, 2013); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં 14 પુસ્તકો; અને 10 સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, 2007, અન્ય સાથે) – એમ 40 જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે.
સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે.
હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'ના સંપાદક તરીકે પણ કાર્યરત છે.
(પરિચય – રમણ સોની)
રાજેન્દ્ર શાહ, ઊર્મિલા ઠાકર, યોગેશ જોષીનાં અન્ય પુસ્તકો
-
-
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
ઇબુક
ગુલામમોહમ્મદ શેખ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: ગુલામમોહમ્મદ શેખ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇબુક
પ્રિયકાન્ત મણિયાર – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: પ્રિયકાન્ત મણિયાર | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
-
-
-
-
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
ઇબુક
ભરત વિંઝુડાની ગઝલસંપદા — અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
લેખક: ભરત વિંઝુડા | સંપાદક: કેસર મકવાણા
-
-
-
-
-
ઇબુક
હરિશ્ચન્દ્ર ભટ્ટ – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: હરિશ્ચન્દ્ર ભટ્ટ | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી
-
-
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણી – કાવ્ય-આચમન શ્રેણી
લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી | સંપાદકો: ઊર્મિલા ઠાકર, યોગેશ જોષી